Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ, ઉગ્ર બની રહ્યું છે આંદોલન, જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાનું એલાન

રાજસ્થાન બોર્ડરથી આજે હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢીને દિલ્હી તરફ કૂચ કરશે. તેઓ આજે દિલ્હી-જયપુર હાઈવે (Delhi-Jaipur Highway) બંધ કરશે. 

Farmers Protest: ખેડૂતોની આજે દિલ્હી તરફ કૂચ, ઉગ્ર બની રહ્યું છે આંદોલન, જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાનું એલાન

નવી દિલ્હી: ખેડૂતો (Farmers) એ સરકારના નવા કૃષિ કાયદા (Agriculture Law) માં સંશોધના પ્રસ્તાવને એકવાર ફરીથી ફગાવી દીધો છે. આ સાથે જ ખેડૂતોએ નવા કૃષિ કાયદાના વિરોધ (Farmers Protest) માં હવે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોના આંદોલનનો આજે 18મો દિવસ છે અને આંદોલન ઉગ્ર બનવાના  ભણકારા વાગી રહ્યા છે. 

Farmers Protest: ખેડૂત આંદોલન પર હરિયાણાના DyCM નું અત્યંત મહત્વનું નિવેદન

આજે દિલ્હી-જયપુર હાઈવે જામ કરશે ખેડૂતો
ખેડૂતોએ જાહેરાત કરી છે કે 14 ડિસેમ્બરે સિંઘુ બોર્ડર પર તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ કરશે. આ દિવસે દેશના તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવામાં આવશે. આ બાજુ રાજસ્થાન બોર્ડરથી આજે હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢીને દિલ્હી તરફ કૂચ કરશે. તેઓ આજે દિલ્હી-જયપુર હાઈવે (Delhi-Jaipur Highway) બંધ કરશે. 

રાજનાથ સાથે મુલાકાત બાદ ખેડૂતોએ ખોલી દિલ્હી-નોઇડા બોર્ડર, 12 દિવસથી હતી બંધ

ખેડૂતોએ શનિવારે ટોલ પ્લાઝા ફ્રી કરાવ્યા હતા
ખેડૂત સંગઠનોએ શનિવારે હરિયાણા અને પંજાબમાં તમામ ટોલ પ્લાઝા ફ્રી કરાવ્યા હતા. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ ન સ્વીકારવામાં આવી તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે. 

હરિયાણાના ખેડૂતોએ કર્યું નવા કૃષિ બિલને સમર્થન, નરેન્દ્ર સિંહ તોમરને સોંપી ચિઠ્ઠી

ખેડૂતો છેલ્લા 17 દિવસથી નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ધરણા ધરી રહ્યા છે. આ બધા વચ્ચે હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિમંડળે શનિવારે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને મળીને નવા કૃષિ કાયદા અંગે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.  તેમણે કૃષિમંત્રીને પત્ર સોપ્યો અને નવા ખેડૂત કાયદાને ફાયદાકારક ગણાવ્યાં. કૃષિમંત્રીએ સમર્થન જતાવવા બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો. 

કૃષિ કાયદા પર બોલ્યા પીએમ, કૃષિ સાથે જોડાયેલી દીવાલો હટાવી રહ્યાં છે, નાના કિસાનોને થશે ફાયદો

ભાકિયુ ભાનુ જૂથના નેતાઓએ રાજનાથ-તોમર સાથે કરી મુલાકાત
આ બાજુ ભારતીય કિસાન યુનિયન ભાનુ જૂથના નેતાઓએ શનિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી સાથે મુલાકાત કરીને ખેડૂતોની ચિંતાઓ તેમની સામે રજુ કરી. આ ખેડૂત સંગઠને છેલ્લા કેટલાક દિવસોથી નોઈડા-દિલ્હી ચિલ્લા બોર્ડરને બંધ કરીને બેઠા છે. ખેડૂત સંગઠને સરકાર પાસે ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની માગણી કરી છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More